અબતક ચેનલ

ઈંગ્લેન્ડ પાસેથી કોહીનુર ભારતમાં પાછો લાવવાના નવેસરથી સરકારના પ્રયાસો

નવીદિલ્હી, શનિવાર
ભારત સરકાર દ્વાર કોહીનુર હિરાની વિરાસત દેશમાં પરત લાવવાના નવેસરથી પ્રયાસો શ‚ કરી દીધા હોવાનું જાણવા મળ્યું છે. વિશ્ર્વના સૌથી કિંમતી એવા કોહીનુર હિરા પર ભારતનો હક્ક હોવાનો મુદ્દો દાયકાઓથી ચાલી રહ્યો છે. ભારતમાંથી લઈ જવાયેલો કોહીનુરનો હિરો અત્યારે ઈંગ્લેન્ડની મહારાણીના તાજમાં રખાયો છે અને તે ટાવર ઓફ લંડનમાં પ્રદર્શન માટે મુકાયો છે. ભારતમાંથી બ્રિટન લઈ જવાયેલી કેટલીક અલભ્ય વસ્તુઓ પૈકીના એક એવા કોહીનુર હિરા પર ભારતે આઝાદી બાદ તુર્ત જ પરત લેવા માટે દાવો કર્યો હતો.

તાજેતરમાં જ દેશના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ, સાંસ્કૃતિક મંત્રી મહેશ શર્મા અને કેબીનેટ મંત્રી બી.કે.સિન્હા સહિતના વરિષ્ઠ રાજદ્વારી અધિકારી, પદાધિકારીઓએ એવો દાવો કર્યો છે કે, બ્રિટનમાંથી કોહીનુર હિરો પરત લાવવાના નવેસરના પ્રયાસો આગામી મહિનાથી જ શ‚ કરવામાં આવશે. 

ઈંગ્લેન્ડમાંથી આ હિરો પરત લાવવાની શકયતા અંગેની ચર્ચા માટે મળેલી એક મીટીંગમાં એવું જણાવ્યું હતું કે, બ્રિટનમાં ભારતની મનાતી અસંખ્ય વસ્તુઓ છે તેમાંથી ભારતે માત્ર કોહીનુર હિરાની જ માંગણી કરી છે. ૪૫ મીનીટ સુધી વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં ચાલેલી આ મીટીંગમાં ૧૦૮ કેરેટનો અલભ્ય કોહીનુર હિરો ભારત લાવવા માટે શું કરવું જોઈએ તેની વિગત ચર્ચા થઈ હતી. 

સુપ્રિમ કોર્ટની એક સુનાવણીમાં કોહીનુર હિરાને પરત લાવવાની શકયતાઓ અંગે ચુકાદો આપ્યો હતો તેની ચર્ચા પણ આ બેઠકમાં થઈ હતી. ૨૦૧૦માં ઈંગ્લેન્ડના વડાપ્રધાન ડેવીડ કેમરુને ભારતના પ્રવાસ દરમિયાન કહ્યું હતું કે, જો તેમનો દેશ કોહીનુર પરત આપવા તૈયાર થશે તો તમને બ્રિટીશન મ્યુઝીયમ ખાલી કરી કોહીનુર મળી જશે. 
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, ફરીથી કોહીનુરને પરત લાવવાના પ્રયાસો થશે. એપ્રિલ મહિનામાં સુપ્રિમ કોર્ટે કોહીનુર ઈંગ્લેન્ડે બળજબરીથી તફડાવીને લઈ લેવાયેલી વસ્તુ નથી તેને પંજાબના રાજવીએ ઈસ્ટ ઈન્ડિયા કંપનીને ભેટ તરીકે આપ્યો છે. કોહીનુર ભારતમાં પરત લાવવા અંગે ઘણા કાયદાકીય અને સૈધ્ધાંતિક અવરોધો છે. એન્ટીક અને આર્ટ ટ્રેઝર એકટ-૧૯૭૨ અન્વયે તેને પાછો લાવવા માટે ખુબજ મોટા અવરોધો પાર કરવા પડશે. તેમ છતા સરકાર આ હિરાને પાછો લાવવા માટે પ્રતિબધ્ધ છે. 

૨૦૦ મીલીયન ડોલર એટલે કે ૧,૩૦,૦૦૦ કરોડ ‚પિયાની કિંમત આંકી શકાય તેવા ભવ્ય હિરો દ.ભારતમાંથી ૧૪મી સદીમાં મળ્યો હતો. સંસદીય સમીતીએ અને વિદેશ મંત્રાલયે ઈંગ્લેન્ડ સરકારને આ હિરો ભારતને પરત આપવા માટેની માંગ સહિતની વાટાઘાટો આત્મવિશ્ર્વાસથી ફરી શ‚ કરી હોવાનું જાણવા મળ્યું છે.

 

Scroll To Top