અબતક ચેનલ

પાવર ઓફ એટર્નીથી રજૂ થતા ખેતીના લેખોમાં સોગંદનામું ફરજિયાત

રાજકોટ,સોમવાર
જમીન કૌભાંડો અટકાવવા માટે રાજ્ય સરકારે વધુ એક વખત મહેસુલી કાયદામાં ફેરફાર કરતો પરિપત્ર જાહેર કર્યો છે. પાવર ઓફ એટર્નીથી નોંધ થતાં ખેતીના દસ્તાવેજોમાં હવે સોગંદનામું ફરજિયાત કરવામાં આવ્યું છે.

મહેસુલ વિભાગે ફેરફાર સાથે કરેલા પરિપત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, બોગસ અને છેતરપીંડીથી કરવામાં આવતા દસ્તાવેજો ઉપર અંકુશ લાવવા માટે સબરજીસ્ટ્રારે દસ્તાવેજ નોંધણી માટે ખાતેદારને નોટિસ આપી ૩૦ દિવસમાં જ તેને મંજુરી આપવી કે નહીં ? તેનો નિર્ણય લેવાનો રહેશે. આ ઉપરાંત મિલ્કતમાં મૂળ માલિકનો સોગંદનામું કરવામાં આવેલ છે તેમાં જે તારીખની નોંધ થઈ હોય તેની સહિની ચોકસાઈ કરવાની રહેશે.

અવારનવાર જમીન કૌભાંડો થઈ રહ્યા છે જેમાં પાવર ઓફ એટર્નીથી ખરીદ કરવામાં આવેલી મિલ્કતો અંગે છાશવારે કૌભાંડો ફલિત થતા હોય છે. હવે આવા કૌભાંડોને અટકાવવા માટે રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. ખાસકરીને પાવર ઓફ એટર્નીથી લેવામાં આવેલી જમીનમાં પાછળથી કઈ વાંધા વચકા ન નીકળે તે માટેની ચોકકસાઈપૂર્વકના દસ્તાવેજ નોંધવા મહેસુલ વિભાગે નવા સુધારા કર્યા છે.

ગુજરાતમાં સ્થાવર મિલકતોની વધી રહેલી કિંમતોને કારણે તેના તબદિલીના લેખોમાં સરોજેરોજ વધારો થઈ રહ્યો છે. જેમાં ઘણા કિસ્સાઓમાં અભણ અને અજ્ઞાાન માલિકો છેતરપિંડીનો પણ ભોગ બની રહ્યાં છે. જેને ધ્યાનમાં રાખીને મહેસૂલ વિભાગ દ્વારા સબરજિસ્ટ્રાર કચેરીઓમાં પાવર ઓફ એટર્નથી રજૂ થતા ખેતીના લેખોની નોંધણીમાં પાવર ઓફ એટર્ની હોલ્ડર પાસેથી સોગંદનામું મેળવવાનું એક ઠરાવથી નક્કી કરાયું છે. તેમજ તેને લગતી આનુસાંગિક સૂચનાઓ પણ બહાર પાડવામાં આવી છે જે બિનખેતીના લેખો માટે પણ લાગુ કરાઈ છે. પાવર ઓફ એટર્નીથતી થતા તમામ પ્રકારનાં દસ્તાવેજોની નોંધણીની પ્રક્રિયા વખતે પાવર ઓફ એટર્ની હોલ્ડર પાસેથી સોગંદનામું મેળવવાનું રહેશે. જેમાં મિલકતમાં મૂળ માલિક સોગંદનામાની તારીખે હયાત છે અને પાવરમાં મૂળ માલિક કે માલિકોએ સહીઓ કરેલી છે. સબ રજિસ્ટ્રારે પાવર મૂળ માલિકને નોટીસ આપી રજૂ થયેલા દસ્તાવેજો અંગે ૩૦ દિવસમાં સંમંતી મેળવવાની રહેશે.
મૂળ માલિક દ્વારા સંમંતિ ન અપાય તો મૂક સંમતિ ગણી દસ્તાવેજ નોંધણી અંગેની આગળની કાર્યવાહી કરવાની રહેશે. મૂળ માલિક જો કોઈ વાંધો કે વિરોધ રજૂ થાય તો સહીનું ચકાસણી કરી નોંધણી કરવી અથવા દસ્તાવેજોની નોંધણી નહીં કરવાનો નિર્ણય કરવો આ પ્રથા લાગુ કરવાના પરિણામે બોગસ દસ્તાવેજો અને છેતરપિંડી કે કપટપૂર્વક કરાવી લેવાતાં દસ્તાવેજો ઉપર નોંધપાત્ર રીતે અંકુશ આવી જશે. જ્યારે સ્થાવર મિલકતો અંગે સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ સમક્ષ રજૂ થતા કેસોમાં ઘટાડો પણ થશે. મિલકતના માલિકે ઠગાઇનો ભોગ બનતા આક્રોશ તેઓના નામે બીજી કોઈ વ્યક્તિ મિલકતના હક્કોમાં ફેરફાર ઊભા કરતા બોગસ દસ્તાવેજો કરી શકશે નહીં. જેથી સ્થાવર મિલકતોના હસ્તાંતરણમાં વાદવિવાદ લીટીગેશન અને કોર્ટમાં થતાં દાવાઓમાં પણ ઘટાડો થશે.

Scroll To Top