અબતક ચેનલ

બારાડી પંથકમાં વરસાદ ખેંચાતા પાક નિષ્ફળ જવાનો ખતરો

જામરાવલ,મંગળવાર
જામરાવલ બારાડી વિસ્તારમાં ચાલુ સાલે મેઘરાજાએ જાણે ‚સણા લીધા હોય તેમ હજુ સુધી મન મુકીને નહી વરસતા સર્વત્ર ચિંતાની લાગણી ફેલાયેલ છે. પાક-પાણીની સ્થિતિ ચિંતાજનક બની છે.

બારાડી વિસ્તારમાં ગત જુન માસથી ચોમાસાનો પ્રારંભ થયો છે પરંતુ પ્રારંભથી જ ચોમાસુ નબળુ રહ્યું છે. શ‚આતથી અત્યાર સુધીમાં કુલ ૧૩૩મીમી એટલે કે પાંચ ઈંચ ઉપર વરસાદ તૂટક તૂટક ધીમીધારે નોંધાયો છે. અપૂરતા વરસાદથી કિસાનોએ જોખમ ખેડી મોટાભાગે મગફળીનું વાવેતર કરેલ છે પરંતુ ત્યારબાદ મેઘરાજા રિસાઈ જતાં પાકની સ્થિતિ કફોડી બનવા પામી છે.

હાલમાં વરસાદ માટેનો માસ ગણાતો અષાઢ ચાલી રહ્યો છે પણ આ માસનાં દિવસો એક પછી એક કોરા ધાકોડ જવાથી ચિંતાની લાગણી છવાઈ છે લોકો હવે એક ધમાકેદાર ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે પરંતુ મેઘરાજા ‚સણા છોડતા નથી આમ પ્રારંભથી ચોમાસુ નબળુ રહેવાથી બારાડી પંથક અને ઓખા મંડળની જીવાદોરી ગણાતો સાની ડેમ પણ ખાલીખમ થયો હોય તેમ ફકત ૩ ઈંચ પાણી બચ્યુ છે તો આગામી કેવી રહેશે એ વાતથી લોકો ચિંતામાં ગરકાવ થઈ રહ્યા છે.
વધુમાં બારાડી વિસ્તાર ખેત આધારિત ગણાય છે મજુર વર્ગ માટે રોજગારીનું સાધન પણ ખેતી જ છે આમ સારુ ચોમાસુ રહેતા મજુરોને પણ રોજગારી મળે પણ હાલમાં આ વિસ્તારમાં ચોમાસું બરાબર હજુ જામ્યુ નથી જેથી વેપાર ધંધાને પણ તેની અસર દેખાઈ રહી છે.

Scroll To Top