અબતક ચેનલ

પાકની નાપાક હરકતોથી સ્કુલોમાંથી બાળકોને ઉઠાવી લેવા રાજદુતોને આદેશ

નવીદિલ્હી, મંગળવાર
પાકિસ્તાનની સતત અવળચંડાઈથી ભારત-પાકના સંબંધ હવે વળસવાની ચરમસીમાએ પહોંચી ગયા છે. કાશ્મીર મુદ્દે પાકિસ્તાનની સતત અવળચંડાઈથી હવે યુદ્ધ માત્ર એક જ વિકલ્પ રહ્યો હોય તેવી રાજદ્વારી સ્થિતિ વચ્ચે ભારતે તેના રાજદુતોને આદેશ આપ્યો છે કે તે ઈસ્લામાબાદની સ્થાનિક સ્કુલોમાંથી પોતાના બાળકોને ઉઠાવી લેવાના આદેશો કર્યા છે.

ભારતે સત્તાવાર રીતે પોતાના રાજદુતોને બાળકો ભણતા ઉઠાવીને ભારતમાં આવી જવા કેવડાવી દીધું છે એનો મતલબ શું થાય જયારે ભારતના કોઈ અધિકારી અને બાળકો પાકિસ્તાનમાં ન રહે. પાકિસ્તાનને આ ગતિવિધિથી બૌદ્ધ પાઠ લેવો જોઈએ. ભારત-પાક વચ્ચે હવે યુદ્ધ સિવાય કોઈ રસ્તો ન રહ્યો હોય તેવો માહોલ ઉભો થયો છે. ઈસ્લામાબાદમાં ભારતીય રાજદુતોના ૫૦થી વધુ બાળકો ભણે છે. ઈસ્લામાબાદની સ્થાનિક શાળાઓમાંથી બાળકોને ઉઠાવી લઈ ભારતીય રાજદુતોને દેશમાં પરત બોલાવી લેવાની ગતિવિધિ આરંભાઈ ચૂકી છે. 

સામાન્ય રીતે વિશ્ર્વભરના દેશો સંબંધીત દેશો સાથે જયારે ઘર્ષણમાં ઉતરે છે ત્યારે યુદ્ધ સીવાય કોઈ વિકલ્પ ન હોય તેવી સ્થિતિમાં પ્રથમ પોતાના રાજદુતોને વતન બોલાવી લેતા હોય છે. ભારતે પણ ઈન્ડિયન હાઈ કમિશ્નરને ઈસ્લામાબાદમાં સંદેશો આપી દીધો છે કે તે પોતાના બાળકોને પાકિસ્તાનની શાળામાંથી ભણતા ઉઠાવી લે કેમ કે ગમે ત્યારે પાકિસ્તાન છોડવાની નોબત આવી શકે. સરકારના પ્રવકતા વિકાસ સ્વ‚પે જણાવ્યું હતું કે, આગોતરી વ્યવસ્થાના ભાગ‚પે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પાકિસ્તાનમાં ભારત વિરોધી વ્યથાઓની ચરમસીમા અને કાશ્મીરના મુદ્દે ભારત સરકારે પાકિસ્તાન સામે આકરું વલણ અખત્યાર કર્યું છે. કાશ્મીર મુદ્દે પાકિસ્તાને જે રીતે નફટાઈ ભર્યુ વલણ અખત્યાર કરીને કાળા દિવસની ઉજવણી કરી પાકિસ્તાનમાં ભારત વિરોધી દેખાવો અને ભારત સામે જેહાદના બરાડા પાડતા અલગતાવાદીઓને પરોક્ષ રીતે પ્રોત્સાહન આપવાની પાકિસ્તાનની ગતિવિધિઓ સામે ભારત સરકારે આકરું વલણ અખત્યાર કર્યું છે. ભારતે પોતાના રાજદુતોના પાકિસ્તાનમાં રહેતા બાળકોને પાકિસ્તાની શાળાઓમાંથી ઉઠાવી લેવાનો નિર્ણય લઈને બન્ને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિનો નિર્દેશ આપી દીધો છે. નવાઝ શરીફે કાશ્મીર મુદ્દે જે વિવાદાસ્પદ નિવેદન કર્યું છે તેની ભારતે ગંભીર નોંધ લીધી છે. નવાઝ શરીફે જાહેર કર્યું હતું કે, એક દિવસ કાશ્મીર પાકિસ્તાન બનીને રહેશે. ભારતે નવાઝની આ શરાફત છોડવાની ચેસ્ટાને ખુબજ ગંભીરતાથી લીધી છે.

Scroll To Top