અબતક ચેનલ

જોડીયા ક્ધયા વિદ્યાલયના પ્રવિણાબેન ફીણવીયાને શ્રેષ્ઠ આચાર્યનો એવોર્ડ

 જોડીયા, મંગળવાર
જામનગર જિલ્લાની સુપ્રસિધ્ધ સંસ્થા શેઠ કા.જી.સ્ત્રી હુન્નર ઉદ્યોગશાળા-સંચાલિત શ્રીમતી યુ.પી.વ્યાસ ક્ધયા વિદ્યાલય-જોડિયાના આચાર્યા બહેન પ્રવિણાબેન આર.ફીણવીયાએ શ્રેષ્ઠ આચાર્યાનો એવોર્ડ એનાયત કરાયો છે.
સાંદિપનીના કુલપિતા રમેશભાઈ ઓઝાના હસ્તે પ્રવિણાબેન આર.ફીણવીયાએ શ્રેષ્ઠ આચાર્યાને "ગુ‚ ગૌરવ એવોર્ડ તેમજ અભિવાદન પત્ર સાથે દશ શ્રેષ્ઠ પુસ્તકો એનાયત કરાયા છે.

સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ધી‚ભાઈ શેઠ, ટ્રસ્ટી ભરતભાઈ સુખપરીયા, અશોકભાઈ વર્મા, સંસ્થાના એકાઉન્ટન્ટ, દિનેશભાઈ, શાળાના પૂર્વ હેડકલાર્ક રમણીકભાઈ દાવડા, સંસ્થાના ગૃહમાતા રંજનબેન મહેતા, બાલમંદિરના આચાર્યા વિજયાબેન તેમજ તેમનો સ્ટાફગણ, શાળાના સર્વે શિક્ષકગણ અને વિદ્યાર્થીની બહેનોએ અભિનંદન પાઠવ્યા હતા.

Scroll To Top