અબતક ચેનલ

લલિત મોદી પ્રકરણમાં મોદી સરકારે પહેલીવાર મોટી કાર્યવાહી કરી

મંગળવાર, 30/06/2015

 

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓની ટીમ સિંગાપુર પહોંચી નવી દિલ્હી તા. 30 જુન 2015 આઇપીએલના પૂર્વ કમિશ્નર લલિત મોદીની સામે મોટુ પગલુ ઉઠાવતા સરકારે સોમવારના રોજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓની ટીમને સિંગાપુર મોકલી છે જેથી લેટર રોગેટરી(LR)માં ઝડપી લાવી શકાય. ઉલ્લેખનીય છે કે વિદેશ મંત્રી સુષમા સ્વરાજ અને વસુંધરા રાજેની સાથે સંકળાયેલો આ વિવાદ સામે આવ્યા બાદ સરકારનું આ પહેલું મોટુ પગલુ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ સોમવારની સવારે સિંગાપુરને એલઆર લખ્યું છે.

 

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ છેલ્લા બે વર્ષથી આ કિસ્સામાં કોઇ ખાસ કાર્યવાહી કરી રહી નથી. જ્યારે 2013માં બ્રિટને ભારત પાસેથી રિવાઇઝ્ડ એલઆર માંગ્યા હતા. આઇપીએલના પૂર્વ કમિશ્નર મોદી હાલ લંડનમાં રોકાયેલા છે જ્યારે ભારત સરકારે 2010 તેમનો પાસપોર્ટ રદ્દ કરી નાખ્યો હતો. હવે સંશોધિત એલઆર આ અઠવાડિયે બ્રિટનને મોકલશે. સોમવારના રોજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ બે એલઆર સિંગાપુર અને મોરિશિયસને મોકલ્યા છે. એલઆર ભારતીય કોર્ટ દ્વારા વિદેશ મંત્રાલય દ્વારા મોકલવામાં આવતો પત્ર હોય છે.એલઆરના સંબંધ માર્ચ 2009માં લલિત મોદી દ્વારા સાઇન કરવામાં આવેલી સોનીની સિંગાપુર સ્થિત સહાયક કંપની મલ્ટી સ્ક્રીન મીડિયા (MSM) અને વર્લ્ડ સ્પોર્ટ્સ ગ્રુપની ડીલ સાથે છે. આ એલઆરમાં ઇડીએ એમએસએમ અને ડબ્લ્યૂએસજી બન્નેના બેન્ક ખાતાની લેણ-દેણની જાણકારી માંગી છે. ઇડી તેમની તપાસ કરી આ કંપનીઓના લલિત મોદીની સાથેના સંબંધ અંગે જાણકારી એકત્ર કરવા માંગે છે.

Scroll To Top