અબતક ચેનલ

રાજકોટની 2 સહિત 11 એમબીએ-એમસીએ કોલેજોને તાળાં લાગશે

એમ.બી.એ કોલેજોને પુરતા પ્રમાણમા વિધ્યાર્થીઓ નહીં મળતા હોવાથી કોલેજ બંધ કરવા માટેની અરજી પ્રવેશ કમિટીને કરતા આ કોલેજોને પ્રવેશ કાર્યવાહીમાથી બાકાત રાખવામા આવી છે. રાજકોટની બે એમબીએ કોલેજ મુરલીધર ગ્રુપ ઓફ ઈન્સ્ટિટ્યુટ અને મીરમ્બિકા કોલેજ ઓફ મેનેજમેન્ટ સહિત રાજયની 11 એમબીએ-એમસીએ કોલેજોનો સમાવેશ થાય છે. આ કોલેજોમાં અમદાવાદ, કપડવંજ, રાજકોટ, ભરુચ, બારડોલી,કચ્છ ઉપરાંત વડોદરાનો સમાવેશ થાય છે . આમ વિધ્યાર્થીઓના અભાવે તમામ કોલેજોને આવતા દિવસોમાં તાળા લાગશે . 

Scroll To Top