અબતક ચેનલ

સોમનામાં ‚ા.૩૫૦ કરોડના ખર્ચે બનશે દેશનું સૌપ્રમ ઓશનેરીયમ

ગુજરાત સરકારે સૌરાષ્ટ્રના યાત્રાધામોને ટુરીઝમ ફ્રેન્ડલી બનાવવા કવાયત શ‚ કરી છે. દરિયા કિનારે આવેલા યાત્રાધામો ખાતે ટુરીસ્ટોને ખેંચી લાવવા જળ સંપતિનો-સૌંદર્યનો ઉપયોગ કરવાની વિચારણા સરકારની છે. જેના અનુસંધાને સોમનામાં ૩૫૦ કરોડના ખર્ચે ઓશનેરીયમ બનાવવામાં આવશે. દેશમાં આ પ્રકારનું સૌપ્રમ ઓશનેરીયમ હશે.
સૌરાષ્ટ્રમાં અનેક યાત્રાધામો છે. જયાં શ્રધ્ધાળુઓ તેમજ ટુરીસ્ટોને આકર્ષવા સરકારે હેલીકોપ્ટર તેમજ રોપવે જેવી સુવિધાઓ આપવાનો નિર્ધાર કર્યો છે. અલબત દરિયાકાંઠે આવેલા યાત્રાધામો ખાતે દરિયામાં ક્રુઝ કે સ્કુબા ડ્રાઈવીંગ જેવી રોમાંચક સુવિધાઓ આપી શકાય તેમ છે. આ વિચાર અગાઉ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ઉપાધ્યક્ષ રાજુભાઈ ધ્રુવ સોની ‘ચાય પે ચર્ચા’માં ‘અબતકે’ રજૂ કર્યો હતો. જયારે હવે સરકારે સોમનામાં ઓશનેરીયમ બનાવવાનું નકકી કર્યું છે.

Scroll To Top