અબતક ચેનલ

રાજ્ય સરકારે વિવિધ સેવાઓ અને સબસિડી માટે આધારકાર્ડ ફરજિયાત બનાવ્યું

અમદાવાદ
રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને જે વિવિધ ચીજ-વસ્તુઓ, સેવાઓ, લાભો, અનુદાન, વેતન, સામાજિક યોજનાઓના લાભો ઉપરાંત સબસીડી આપવામાં આવે છે તે માટે હવેથી આધાર કાર્ડને ફરજિયાત કરવામાં આવશે. રાજ્યના નાણામંત્રી નીતિન પટેલે આ માટે ગુજરાત આધાર (નાણાકીય અને અન્ય લાભો અને સેવાઓનું લક્ષિત વિતરણ) વિધેયક વિધાનસભા ગૃહમાં રજૂ કર્યુ હતું. ગૃહમાં વિપક્ષ કોંગ્રેસની ગેરહાજરીમાં બહુમતિથી વિધેયક પસાર પણ કરાયું હતું. હવે રાજ્ય સરકારને આ અંગેની તમામ સત્તાઓ હાંસલ થઈ ચૂકી છે. જેના અમલ માટેના નિયમો સરકાર દ્વારા ૩૦ દિવસમાં તૈયાર કરીને વિધાનસભા ગૃહમાં જ રજૂ કરાશે. જોકે, અત્યારે તમામ લોકો પાસે આધાર કાર્ડ નથી એટલે તેવા લોકોને ચોક્કસ સમયમર્યાદામાં આવા કાર્ડ બનાવી લેવાની સૂચના અપાશે.
તાજેતરમાં ભારત સરકારે તેના દ્વારા લોકોને અપાતી વિવિધ સહાયકીઓ લાભો, સેવાઓ, અનુદાન, વેતન અને અન્ય સામાજિક લાભ યોજનાઓના વિતરણ માટે આધાર કાર્ડ અંગેનો કાયદો ઘડ્યો છે.

Scroll To Top