અબતક ચેનલ

રાજ્ય સરકાર ત્રણ વર્ષમાં ૬૦૦ ટીપી સ્કીમો બનાવશે

ગુજરાત યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ તરીકે હાલના રજિસ્ટ્રાર હિમાંશુ પંડયાને ચાર્જ સોંપી દેવામાં આવ્યો છે. પરંતુ આગામી દિવસોમાં જો નવા કુલપતિની નિમણૂક કરવાની થાય તેમ છે. આ સ્થિતિમાં હાલ કમલેશ જોશીપુરા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભીમાણીની પસંદગી કરવામાં આવે તેવી શકયતાઓ જોવા મળી રહી છે.
યુનિવર્સિટીના નવા કુલપતિની નિમણૂક માટે હાલ સર્ચ કમિટીની રચના કરી દેવામાં આવી છે. નિયમ પ્રમાણે સર્ચ કમિટી દ્વારા જે ત્રણ નામોની પસંદગી કરવામાં આવે તે પૈકી કોઇપણ એકની કુલપતિ તરીકે નિમણૂક કરવામાં આવતી હોય છે. પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી સર્ચ કમિટી દ્વારા જે નામો આપવામાં આવે તેમાંથી નહી પણ સર્ચ કમિટીને ઉપર થી જે નામો આપવામાં આવે તેમાંથી જ પસંદગી કરવી પડતી હોય છે. જીટીયુના નવા કુલપતિની નિમણૂકમાં પણ સર્ચ કમિટીએ આપેલા ત્રણ નામો નહીં પરંતુ સરકારે આપેલા ચોથા નામની પસંદગી કરવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે આરએસએસ, ભાજપ અને એબીવીપી પૈકી જેનુ વજન વધારે હશે તેમાંથી જ કુલપતિની પસંદગી કરવામાં આવશે તે નક્કી છે.

Scroll To Top